હાંડોદ APMCમાં ગઈકાલે સાંજે સમગ્ર મેવાસ વિસ્તારના ખેડૂતો 20 દિવસથી વટાવ તેમજ રોકડ રૂપિયાના મુદ્દાને લઈ લડત લડી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી ખેડૂતોની વેદના કોઈને સમજાતી નથી વારંવાર ખેડૂતોને ગોળ ગોળ વાત કરી ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જે બાબતે હવે ખેડૂતોએ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી આ પ્રશ્નનો હલ નહીં આવે ત્યાં સુધી દરેક ખેડૂત અહીંયા ભૂખ હડતાલ બેઠા છે. એ.પી.એમ.સીના ચેરમેન તેમજ સંખેડાના ધારાસભ્ય તેમજ જિલ્લા રજીસ્ટાર છોટાઉદેપુરનાઓ સંખેડા APMC હાંડોદના માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યા હતા.
એકત્ર થયેલા ખેડૂતોની માંગ શું છે તે જાણવાની કોશિશ કરી અને આગળ જિલ્લા રજીસ્ટાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા નિયંત્રણ માત્ર યાર્ડ પૂરતું જ છે. બહાર અમારું નિયંત્રણ નથી તો ખેડૂતોનો આક્ષેપ છે કે જો જીનમાં ડાયરેક્ટ કપાસ ખરીદી ઉપર હજી પણ વટાવ ચાલુ છે અને વેપારી હરાજીમાં આવતા નથી અને આવે તો ચેક દ્વારા પેમેન્ટ કરવાની વાત કરે છે. વેપારીને જ્યારે લાયસન્સ આપવામાં આવે છે. ત્યારે એવું કોઈ કાયદાનું લખાણ છે ખરું જો ન હોય તો વેપારી સમયે કાયદાકીય પગલાં ભરી વેપારીનું લાયસન્સ રદ કરી કાયદાકીય પગલાં ભરવા આવેલા સબ રજીસ્ટારને રજૂઆત કરવામાં આવી હતી.
અને APMCમાં હોય કે જીનમાં હોય વટાવ પ્રથા સદંતર બંધ થવી જોઈએ તેવી રજૂઆત કરતા ખેડૂતોને સંતોષકારક નિરાકરણ ન આવતા આવેલા છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટારની વાતમાં જાણે વેપારી અને ચેરમેનના હિત માટે થતી હોય તેમ ગંધ આવતા ખેડૂતોએ જિલ્લા રજીસ્ટાર મુર્દાબાદ ના નારા લગાવી સૂત્રોચાર કર્યા હતા.