ફરિયાદી સુરેન્દ્રભાઈ છોટીયાભાઈ ગામીતના જણાવ્યા અનુસાર સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પ્રતાપભાઈ તારીખ 18/01/2023ના રોજ બુટલેગરો પાસે ઉઘરાણી માટે આવ્યો હતો. રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ કર્મી જઈ રહ્યો હતો. ત્યારે ફરિયાદી સુરેન્દ્રએ પોલીસકર્મીને રોકી પોતાની પાસે રહેલો મોબાઈલ ફોનથી વીડિયોગ્રાફી ચાલુ કરી પોલીસકર્મીને પૂછ્યું હતું કે, ” તમે હપ્તાના પૈસા કોના કહેવાથી લેવા આવેલા છો” અને કોણે તમને અહીં મોકલ્યા છે” બસ આટલીજ વાત પુછતા પ્રતાપ ગુસ્સે ભરાઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો હતો. જે બાદ થોડીજ વારમાં મંલગદેવ બીટના જમાદાર પોતાની સફેદ કલરની ખાનગી ગાડીમાં ઘટના સ્થળે આવ્યો અને ફરિયાદીને ગાડીમાં બેસાડી સોનગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
બાદમાં ફરિયાદીને એક રૂમમાં પૂરી પોલીસકર્મચારી દશરથ, પ્રતાપ, સુરેશનાએ માર માર્યો હતો. તેમજ પ્રતાપ અને સુરેશનાઓએ જાતિ વિષયક ગાળો બોલી હતી. તેમણે કહ્યું કે, આદિવાસીઓના હાથમાં મોબાઈલ ફોન આવી જાય એટલે પોતાની જાતને રિપોર્ટર સમજી બેસે છે અને વીડિયો બનાવવા બેસી જાય છે તેમ કહ્યું તેમજ પોલીસકર્મી સુરેશે ફરિયાદીને જમીન પર પાડી દઈ ફરિયાદીના કાન ખેચી લીધા હોવાનું ફરિયાદી સાફ સાફ જણાવી રહ્યો છે.
જે બાદ ફરિયાદીના ખિસ્સામાંથી પ્રતાપે મોબાઈલ માગી લોક ખોલાવી સમગ્ર મોબાઈલ ફોર્મેટ મારી દીધો. જેથી હપ્તા લેવા ગયેલા પોલીસનો વીડિયો ડીલીટ થઈ જાય અને પુરવા મોબાઈલમાંથી ગાયબ થઈ જાય બાદમાં ફરિયાદી પાસે માફી પત્ર લખાવી ફરિયાદીને સૂઈ જોવા જણાવ્યું હતું પરંતુ ફરિયાદીને રાત્રે કાનમાં દુખાવો ઉપાડતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે ઈન્જેક્શન આપ્યું હતું. તેમજ વધુ સારવાર માટે ખાનગી દવાખાનામાં જઈ સીટી સ્કેન કરવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીની આર્થિક સગવડ સારી ન હોવાથી તેમણે રિપોર્ટ કરાવવાનું માંડી વાળ્યું હતું.
મહત્વનું છે કે આ બનાવ મામલે ફરિયાદી સુરેન્દ્રએ સોનગઢ પોલીસ સ્ટેશનના ચાર કર્મચારીઓ પ્રતાપ, ઉમેશ, દશરથ, સુરેશ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદની તાપસ કેટલી પહોંચી તે જાણવા માટે લોક સમાચારની ટીમ દ્વારા તાપી જિલ્લા એસ.પીને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વાર ફોન કરવા છતાં જિલ્લા એસ.પી.એ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે સવાલ એ થાય છે કે તપાસ કરી રહેલા અધિકારીઓ સોનગઢ પોલીસ સ્ટેશનના ચારેય કર્મચારીઓને બચાવવા માંગે છે. ?
નોંધઃ- આ સ્ટોરીના અપટેડ સમાચાર સતત જાહેર જનતા સામે મૂકવામાં આવશે