પી.એમ.પોષણ મધ્યાન ભોજન યોજના અંતર્ગત સંચાલક,રસોઇયા,મદદનીશની કૂકિંગ કોમ્પિટિશનનું આયોજન ઉચ્છલ તાલુકાના ‘તાલુકા શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં અઘ્યક્ષ આર. આર. વસાવા હતાં. જે સંપૂર્ણ સ્પર્ધાની વ્યવસસ્થા M.D શાખા દ્વારા કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં તમામ સ્પર્ધાર્થીઓએ હર્ષ ઉલ્લાસથી કોમ્પિટિશનમાં ભાગ લીધો.
સ્પર્ધાનું થીમ- “મધ્યાન ભોજનનાં કાર્યો કર્તાઓમાં ઉત્સાહ આવે અને પોતાની જીમેદારીથી કામ કરે તેના માટે હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે માધ્યાન ભોજનનાં સંચાલકો હતાં, જેમાં આર. આર. વસાવા સાહેબ, યોહાન ગામીત, પ્રફુલ ગામીત, દાનિયેલ વળવી, ધુલ્જી વસાવા, સુનાબેન ગામીત, રાજેશ વસાવા અને એચ. આર ગામીત ઉસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.50 ભીતખુર્ધ સુમિત્રાબેન વસંતભાઈ ગામીત, પ્રાથમિક શાળા કેન્દ્ર નં.73 ઝરણપાડા સુમિત્રાબેન એ. ગામીત,પ્રાથમિક શાળા કેન્દ્ર નં. 59 પટેલ ફ. ઉચ્છલ સુશીલાબેન,પ્રાથમિક શાળા કેન્દ્ર નં.87 અંગ્રેજી માધ્યમ શાળા પ્રતિમાબેન વિજયભાઈ વળવી,પ્રાથમિક શાળા કેન્દ્ર નં 69 જામકી પ્રિયાબેન બાબુભાઇ ગામીત અને પ્રાથમિક શાળા કેન્દ્ર નં.62 સાકરદા મનીલાબેન રાઘુભાઈ ગામીતે આનંદથી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ત્રણ ઇનામ રાખવામાં આવ્યા હતાં, જેમાં પ્રથમ ઇનામ પ્રાથમિક શાળા સાકરદા, મનીલાબેન રાઘુભાઈ ગામીતને મળ્યું, દ્વિતીય ઇનામ પ્રાથમિક શાળા ઝરણપાડા સુમિત્રાબેન એ. ગામીતને મળ્યું, ત્રિતીય ઇનામ પ્રાથમિક શાળા જામકી પ્રિયાબેન બાબુભાઇ ગામીતને મળ્યું હતું.