નસવાડી તાલુકાના રાતાકાદવ ગામની સીમમાં ડુંગળી પર જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાય ગયા છે. જ્યારે અન્ય ત્રણ જુગારીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. પકડાયેલા જુગારીઓ પાસેથી નસવાડી પોલીસે રૂપિયા 27. 780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર બનાવની વાત કરીએ તો, નસવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે રાતાકાદવ ગામે ડુંગળી પર જુગાર રમે છે. જે બાતમી મળતા નસવાડી પોલીસના સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ પહોંચી, રમેશભાઈ બાલુભાઈ ભીલ, રાજુભાઈ અંબુભાઈ તડવી, રણજીતભાઇ નટુભાઈ ભીલ ત્રણ જુગારીયાઓને ઝડપી પાડયા છે.
જ્યારે ચાર જુગારીયાઓ ફરાર થઈ ગયા છે જેમા પ્રભુભાઈ હીરાભાઈ ભીલ, નરેન્દ્રભાઇ ભીલ દિલીપભાઈ ઉર્ફે દિત્યો, ગોપાલભાઈ ભીલ, નરેન્દ્રભાઇ ઉર્ફે ભોપો જગાભાઈ ભીલ, ફરાર થઈ ગયા છે. નસવાડી પોલીસે હાલ તો ત્રણ જુગારીયાઓને ઝડપી પાડી અન્ય શખ્સોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.