તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલાની મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો અને વાલીઓની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શિર્ષક “ખરી કમાઈ” રાખવામાં આવ્યું હતું.
આ મેળામાં ધોરણ-1 થી ધોરણ-8 સુધીના કુલ 77 વિદ્યાર્થીઓએ ઉત્સવ પૂર્વક ભાગ લીધો હતો. આનંદ મેળા દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.મેળામાં મુખ્ય મેહમાન તરીકે સરપંચ રાકેશ ચૌધરી અને ડેપ્યુટી સરપંચ અશોક ચૌધરી હાજર રહ્યાં હતા.
“ખરી કમાઈ” આનંદ મેળાનું સંપૂર્ણ આયોજન ધામોદલાના મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક રોશન વસાવા, સીમાબેન દેસાઈ, જાગૃતિબેન ચૌધરી, સ્નેહલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આનંદ મેળાને રોચક બનાવામાં માટે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવામાં આવી હતી. જેમાં બટાકા વડા, દાબેલી, સમોસા, ભજીયા, પાણીપૂરી, પૌવા, બટાકા, ખમણ અને ચાનું આયોજન કરવામાં આવ્યું.
આ મેળામાં “લોક સમાચારની” ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મેળાના ઉદ્દેશ્ય અંગે પૂછતા જાણવા મળ્યું કે, નાનપણમાં બાળોકોને મેળાનાં માધ્યમથી કેટલીક બાબત શીખવામાં આવે તો તેઓ વર્તમાનમાં ચાલતા પ્રશ્નો સામે લડી શકે તેમજ વિદ્યાર્થીઓમાં નવા વિચારાનું પ્રદાન થાય તે માટે આ આયોજન કરાયું હતું.