28 C
Ahmedabad
Sunday, October 1, 2023

KL રાહુલનો હાથ પકડીને આથિયાએ લીધા સાત ફેરા,લગ્નની પહેલી તસવીર સામે આવી


અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ રાહુલ કાયમ માટે કપલ બની ગયા છે. આથિયા અને કે.એલ રાહુલે સોમવારે 23 જાન્યુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા. ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં આ વિધિ પૂર્ણ થઈ હતી. તે સંપૂર્ણ પણે ખાનગી રાખવામાં આવ્યું હતું. આ શાહી લગ્નમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને કપલના નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

મારે પિતા બનવું છે, સસરા નહીઃ-સુનીલ

પાપા રાઝી સાથે વાત કરતી વખતે સુનીલ શેટ્ટીએ કહ્યું કે તે કે.એલ રાહુલનો સસરો નહીં પણ પિતા બનવા માંગે છે. તેણે એ પણ જણાવ્યું કે આથિયા અને કે.એલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે.

સુનીલ શેટ્ટીનો પહેલો ફોટો સામે આવ્યોઃ-

આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી મીડિયાને મળવા માટે બહાર આવ્યા હતા. તેણે પેસ્ટલ પિંક કલરની ધોતી અને કુર્તો પહેર્યો હતો. સુનીલ સાથે તેનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. બંનેએ પાપારાઝીને મીઠાઈ આપી અને હાથ જોડી આભાર માન્યો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
34SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!