તારીખ 18/01/2023ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો પોલીસકર્મી પ્રતાપ મેઢા ગામે બુટલેગરો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. દરમિયાન બુટલેગરો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહેલા પોલીસનો વીડિયો સુરેન્દ્ર નામના યુવકો ઉતાર્યો હતો. જે વીડિયો ઉતારતા પોલીસકર્મીને ગુસ્સો આવ્યો અને અન્ય સાથી પોલીસકર્મીને ફોન કરી મેઢા ગામે બોલાવી લીધો. જે બાદ આ બંને પોલીસકર્મીઓ વીડિયો ઉતારનાર સુરેન્દ્રને ગાડીમાં બેસાડી સોનગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં એક ઓરડીમાં પૂરી ઢોર માર માર્યો હતો. તેમજ જાતિ વાચક ગાળો પણ બોલ્યા હતા. જે બાદ સુરેન્દ્ર નામના યુવકને માફી નામું લખાવી છોડી મુકવામાં આવ્યો હતો.
શું વીડિયો ઉતાર્યો એટલે માર માર્યો ?
ત્યારે સવાલ એ થાય છે કે સુરેન્દ્ર નામના યુવકની ભૂલ શુ હતી. શું પ્રતામ નામનો પોલીસકર્મી હપ્તા વસુલી કરી રહ્યો હતો. જેનો વીડિયો સુરેન્દ્રએ ઉતાર્યો એ તેની ભૂલ હતી. ? જો આને તમે ભૂલ માનતા હશો તો તમારી આ ધારણા ખોટી છે. તમે ખાખી પહેરી લીધી એટલે એનો મતલબ એ નથી કે તમે કોઈ નિર્દોષને મા-બેનની ગાળો આપો કે પછી પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર મારો.
ભોગ બનનારે ફરિયાદ નોંધાવીઃ-
સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર સુરેન્દ્રએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ત્રણ પોલીસકર્મી પ્રતાપ, ઉમેશ, દશરથ, અને હોમગાર્ડ સુરેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ તપાસ કરી રહેલા અધિકારીઓ સોનગઢ પોલીસ સ્ટેશનના ચારેય કર્મચારીઓને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજદિન સુધી ચારેય પોલીસકર્મી અને હોમગાર્ડ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
ધારાસભ્ય જયરામ ગામીતે શું કહ્યુઃ-
આ બનાવને લઈ નિઝર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડૉ.જયરામ ગામીતે જણાવ્યું કે, ઘટના જે દિવસે બની એજ દિવસે તપાસ કરવા માટે જણાવી દીધું હતું. તે છતાં બુધવારે ફરી તેમણે આ બાબતે વધુ અપટેડ લેવાની વાત કરી હતી.
તપાસ કરવામાં ધાંધિયાઃ-
આ બનાવમાં તપાસ કે કાર્યવાહી ક્યારે થશે તે જાણવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈને ફોન કરતા, તેમણે એકવાર ફોન કટ કરી દીધો. જ્યારે બીજી વાર ફોન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.
આ સમગ્ર ઘટના પરથી સાફ સાફ લાગી રહ્યું છે. કે સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ આ ચારેય પોલીસકર્મીઓને છાવરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનામાં જિલ્લા એસી.પીએ પણ ફોન પર જવાબ આપવાનું ટાળ્યું હતું.