નસવાડી તાલુકાના ઝેર ગ્રામ પંચાયતમાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નસવાડી તાલુકાના મામલતદાર આર.પી બારીયા, નસવાડી પી.એસ.આઈ એમ.એસ સુતરીયા, તાલુકા શિક્ષણ અધિકારી ભરત રાઠવા અને આરોગ્ય વિભાગના આઈ. સી.ડી.એસ વિભાગ, વનીકરણ વિભાગ, ગામના સરપંચ અને તલાટી સાથે ગ્રામજનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાકના કાર્યક્રમાં નસવાડી મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો. તેમજ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને રૂપિયા 5100 રૂપિયા ઈનામ આપવામાં આવ્યા હતા.