સરકારી દવાખાનામાં દર્દીઓને ચોવીસ કલાક સારવાર મળી રહે તે માટે ચોવીસ કલાક નર્સ અને ડૉક્ટરો હાજર રહે તે જરૂરી છે. પરંતુ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા ડૉક્ટરો નર્સને જવાબદારી સોપી પોતાને ઘરે નીકળી જતા હોય છે. જેના કારણે ક્યારેક ગંભીર દર્દીઓને સમયસર સારવાર ન મળતા તેઓ મોતને ભેટતા હોય છે.
એનું આવુજ કંઈક બન્યુ છે. નસવાડી તાલુકામાં સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નસવાડી તાલુકાના ચોરામલ ગામના એક વ્યક્તિએ ડૉક્ટરની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે. ચોરામલ ગામનો રહેવાસી શંકરભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેથી પરિવાર શંકરભાઈને 108 મારફતે નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવ્યા હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ગૌરાંગ જ્યસ્વાલ હોસ્પિટલમાં હાજર ન હોવાથી દર્દીએ જીવ ગુમાવ્યો છે.
મૃતકના પરિવારજનો દ્વારા દર્દીની હાલત ગંભીર હોવાની જાણ ડૉક્ટરને કરવા છતાં ડૉક્ટર દોઢ કલાક મોડા આવ્યો હતો. જેથી દર્દીને સમયસર સારવાર ન મળતા મોત થયું હતું. ઘટનાની જાણ પરિવાર તેમજ સ્થાનિક લોકોને થતાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી માંગ કરી છે.