32 C
Ahmedabad
Tuesday, April 16, 2024

સંતાકૂકડી રમતા રમતા 3700 કિમી દૂર બીજા દેશમાં પહોંચી ગયો છોકરો, છ દિવસ પછી આ હાલતમાં મળ્યો


સંતાકૂકડીની રમત દરમિયાન 15 વર્ષનો છોકરો 3700 કિલોમીટર દૂર બીજા દેશમાં પહોંચી ગયો. 6 દિવસ પછી જ્યારે તે મળી આવ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દરમિયાન બાળકના પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ રાખી હતી. મામલો બાંગ્લાદેશના ચટગાંવનો છે, જ્યાંથી ગુમ થયેલો છોકરો 7 દિવસ પછી મલેશિયામાંથી મળી આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, 15 વર્ષીય ફહીમ તેના મિત્રો સાથે ચટગાંવ બંદરમાં સંતાકૂકડી રમી રહ્યો હતો. દરમિયાન, તેણે પોતાને એક શિપિંગ કન્ટેનરમાં બંધ કરી દીધો અને ત્યાંજ સૂઈ ગયો. ત્યાં સુધીમાં કન્ટેનર મલેશિયા પહોંચી ગયું હતું. ન તો તેના પરિવારના સભ્યો અને ન તો ત્યાં કામ કરતા લોકોને આ અંગે કોઈ સુરાગ મળ્યો.

પરંતુ જ્યારે મલેશિયાના બંદરે કન્ટેનર ખોલવામાં આવ્યું ત્યારે સત્તાવાળાઓ ચોંકી ઉઠ્યા હતા. તેમાંથી એક છોકરો બહાર આવ્યો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશનો છે. જે બાદ અધિકારીઓએ ચિત્તાગોંગ પોર્ટના કર્મચારીઓને જાણ કરી હતી.

11 જાન્યુઆરીએ ગુમ થયેલો ફહીમ 17 જાન્યુઆરીએ મલેશિયાના બંદરમાંથી મળી આવ્યો હતો. મલેશિયાની ન્યૂઝ એજન્સી, બર્નામા અનુસાર, મલેશિયાના ગૃહ મંત્રી દાતુક સેરી સૈફુદ્દીન નાસ્યુશન ઈસ્માઈલે આ ઘટના અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું- એવું માનવામાં આવે છે કે છોકરો કન્ટેનરમાં ઘૂસ્યો હતો, પછી ત્યાં સૂઈ ગયો અને અહીં પહોંચી ગયો.

કહેવામાં આવ્યું હતું કે ફહીમ આખું અઠવાડિયા સુધી કન્ટેનરમાં ભૂખ્યો અને તરસ્યો રહ્યો. આ કારણે તે ખૂબ જ કમજોર થઈ ગયો હતો અને તેને તાવ પણ આવ્યો હતો. બહાર કાઢ્યા બાદ તેને તપાસ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પોલીસને શરૂઆતમાં શંકા હતી કે આ માનવ તસ્કરીનો મામલો હોઈ શકે છે, પરંતુ બાંગ્લાદેશી ઓથોરિટીનો સંપર્ક કર્યા પછી સત્ય સામે આવ્યું. જોકે, આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, મલેશિયાની પોલીસે કન્ટેનરમાંથી 15 વર્ષના છોકરાનો મૃતદેહ મેળ્યા હતા.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
68SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!