રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં રોજગારી આપવાના વાયદા પછી સરકાર સ્થાનિક કક્ષાએ રોજગારી આપવા માટે પ્રથમ રોજગાર મેળાની 3 ફેબ્રુઆરીથી શરૂઆત કરશે. આ માટે વ્યારાના શ્યામપ્રસાદ મુખરજી હોલમાં સવારે 10 કલાકથી રોજગાર મેળો યોજાશે. તેમ રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે 280થી વધુ જગ્યાઓ માટે ભરતી મેળો યોજવામાં આવશે. શ્રમ અને રોજગાર વિભાગના સત્તવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વ્યારામાં યોજાનાર રોજગાર મેળમાં સ્થાનિક યુવાનોને બોલાવાયા છે. આ રોજગાર મેળામાં આઈટી, મેન્યુફેક્ચરિંગ સહિતના સેક્ટરની 15 કંપની ભાગ લેશે.