28 C
Ahmedabad
Sunday, October 1, 2023

વિકાસ સહાયને બનાવાયા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP


DGPની રેસમાં 3 IPSઅધિકારીઓના નામ મોખરે ચાલી રહ્યા હોવાની ચર્ચા ચાલતી હતી. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરનું નામ ચર્ચામાં હતું. જો.કે આખરે વિકાસ સહાય ફાવી ગયા છે. ત્યારે IPS અધિકારી વિકાસ સહાય અંગે વાત કરીએ તો 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા હતા. ત્યાર બાદ વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક 2005માં અમદાવાદ શહેરમાં, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કર્યું હતું.

જોકે તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી ‘રક્ષા શક્તિ યુનિવર્સિટી’ની સ્થાપના માટે કરવામાં આવી હતો. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
34SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!