બુધવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમ 12.1 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે આ સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડ 21 રનના માર્જીનથી જીત્યું હતું. આ પછી બીજી મેચ લખનૌમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી પોતાના નામે કરી લીધી છે.