ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે, ત્યારે ફરી એક વાર દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગારદા ગામના પશુપાલક મુકેશ ઝીણા વસાવાની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજ રાશલ વસાવાને ભાગે આપી હતી.
તારીખ ૨, ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ અંદાજિત સવારે ૧:૩૦ વાગ્યા ની સુમારે ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજ રાશલ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું, દીપડા પર બેટરી પાડતા દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, તો બીજી તરફ દીપડાનાં આતંકથી ગારદા ગામના પશુપાલકો ભયનો માહોલ ફેલાયો છે, આ ઘટના બાદ પશુપાલક મુકેશ ઝીણા વસાવાએ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.