નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ બધાં વચ્ચે નસવાડી તાલુકાના નિશાના ગામે મકાનમાં અચાનક આગ લાગતા મકાન બળીને ખાખ થઈ ગયું હતું.
લાકડાના મકાનમાં આગ લાગતા ઘર વખરી તેમજ અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. નસવાડી તાલુકો આટલો મોટો હોવા છતાં તંત્રએ ફાયર સ્ટેશનની વ્યવસ્થા ન કરી હોવાથી જ્યારે પણ આગ લાગે ત્યારે મોટું નુકસાન થતું હોય છે.
સ્થાનિક લોકો દ્વારા ફાયર સ્ટેશનની માંગ કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈપણ જાતની વ્યવસ્થા ન કરવામાં આવતા મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે.