નયનેશ તડવી
108 ઈમરજન્સી સેવાના કર્મીઓ અવારનવાર નિષ્ઠાની મિસાલ પૂરી પાડતા હોય છે 108ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણ રક્ષક બનીને કરોડો લોકોના જીવ બચાવવામાં પ્રખ્યાત છે અને 108એ પણ તેની સેવાથી પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવેલ છે તેમની આ અપ્રીતમ સેવાના મૂળ માં તેમના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે આવી કર્તવ્ય અને પરાયણતાના બે કિસ્સા હાલમાં સામે આવ્યા છે.
ઘટના નંબર એકઃ-
વજેસીયા ગામ પાસે એક ઇકો કારનું અકસ્માત થયું હતું. જેમાં દર્દી પાસેથી 35,000 હજારની રોકડ રકમ મળી હતી. જે રકમ દર્દીના સગાને સુપ્રત કરી પાવી જેતપુર 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ ઇએમટી કમલેશ ભાઈ રાઠવા તથા જગદીશભાઈ રાઠવાએ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઘટના નંબર બેઃ-
એક ટ્રક મધ્યપ્રદેશથી આવતાં અંબાલા ગામ પાસે અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઈવર અને કન્ડક્ટર બે જણા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવરને કમરમાં ઇજા થતાં તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૭, ૩૦૦ અને મોબાઇલ ગાડી માંથી શોધીને દર્દીના સગાને સુપ્રત કરી 108 અંબાલાના સ્ટાફ ઇએમટી જીનકાભાઈ રાઠવા તથા ફરહાદભાઈ પઠાણ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.