24 C
Ahmedabad
Saturday, December 7, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

તાપીના ભેંસરોટ ગામે પાપડ-ફરસાણના યુનિટનું ઉદ્ઘાટન કરતા રાજ્ય કક્ષાના મંત્રી


તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભેંસરોટ ગામે રાજ્યના કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પુરસ્કૃત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન,મિશન મંગલમ અંતગર્ત પાપડ ફરસાણ યુનિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કુંવરજી હળપતિએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાની દરેક બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે  માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટમાં અનેક યોજનાઓ લાવીને બહેનોને પગભર કર્યા છે.

તાપી જિલ્લાની એકપણ બહેન યોજનાથી વંચિત ન રહે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. બહેનો સખીમંડળના માધ્યમથી દાળ પીલવા,ડાંગર માંથી ચોખા કાઢવા જેવા નાના કામો કરી રોજગારી મેળવશે. સખીમંડળને  રૂ. ૭ લાખની સહાય આપવામાં આવે છે. પાપડ-ફરસાણ યુનિટને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આમ બહેનો, ખેડૂતો, પશુપાલકો સંકલનમાં રહે તેવા પણ અમારા વિભાગના પ્રયત્ન છે.

મંત્રી કુંવરજી હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશનું બજેટ મધ્યમવર્ગને પરવડે તે બાબતને ધ્યાનમાં રાખી છે. ૧૦૦ દિવસના લક્ષ્યાંક અમને આપવામાં આવ્યા છે. જેમાં ૧૦૫૦ જેટલા સનદ માટેના દાવા મંજૂરી માટે અમે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત કુવા, સોલારપંપ વિગેરે દ્વારા ખેડૂતો બારેમાસ સિંચાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20માં ૨૦ જેટલા દેશોને આમંત્રિત કરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકોનું નિર્માણ હાથ ધરાયું છે.

આ સમારોહમાં ગ્રામવિકાસ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા, ઈ.ચા.પ્રાંત અને મામલતદાર એચ.જે.સોલંકી,લાયઝન અધિકારી દિપ શાહ,ગ્રામવિકાસ ના પંકજભાઇ પાટીદાર, સરપંચ રૂચિતાબેન,તાલુકા સભ્ય ઉષાબેન, આશિષભાઇ શાહ, દામજીભાઈ, સામાજીક અગ્રણી નારણભાઈ સોલંકી,નિલમબેન ,રીટાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ રોશનભાઈએ કરી હતી.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!