ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ચોથી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં ગ્રુપ બીની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. ભારતે 150 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
જેમિમા રોડ્રિગ્સે 38 બોલમાં અણનમ 53 અને રિચા ઘોષે 20 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. બંને વચ્ચે અણનમ 58 રનની ભાગીદારી નોંધાઈ હતી. પાકિસ્તાન માટે બિસ્માહ મારુફે 55 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. આયેશા નસીમે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે 2, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે 1-1 વિકેટ લીધી હતી