વુમન્સ પ્રીમિયર લીગ-2023ની પ્રથમ સિઝન માટે મેગા ઓક્શન મુંબઈમાં યોજાઈ હતી. આ હરાજી સોમવારે મુંબઈના જિયો સેન્ટરમાં કરવામાં આવી હતી. જ્યાં 400થી વધુ ખેલાડીઓની બોલી લાગી હતી. પાંચ ટીમોએ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસાવ્યા. ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાને આરસીબીએ 3.40 કરોડમાં ખરીદ્યી હતી.
કયા ખેલાડી પર કેટલી બોલી લાગી?
- સ્મૃતિ મંધાના – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 3.40 કરોડ (ભારત)
- એશ્લે ગાર્નર – ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- સોફી એક્લેસ્ટોન – યુપી વોરિયર્સ, 1.80 કરોડ (ઇંગ્લેન્ડ)
- હરમનપ્રીત કૌર – મુંબઈ ઈન્ડિયન્સ, 1.80 કરોડ (ભારત)
- એલિસ પેરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.70 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- સોફી ડિવાઇન – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 50 લાખ (ન્યૂઝીલેન્ડ)
- દીપ્તિ શર્મા – યુપી વોરિયર્સ, 2.60 કરોડ (ભારત)
- રેણુકા સિંહ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.50 કરોડ (ભારત)
- નતાલી સાયવર – મુંબઈ ઈન્ડિયન્સ, 3.20 કરોડ (ઈંગ્લેન્ડ)
- તાહિલા મેકગ્રા – યુપી વોરિયર્સ, 1.40 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- બેથ મૂની – ગુજરાત જાયન્ટ્સ, 2 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- અમિલા કેર – મુંબઈ ઈન્ડિયન્સ, 1 કરોડ (ન્યૂઝીલેન્ડ)
- શબમાન ઈસ્માઈલ – યુપી વોરિયર્સ, 1 કરોડ (દક્ષિણ આફ્રિકા)