મુકેશ કોલી,નસવાડી
કહેવાય છે કે “જળ એ જીવન” અને આ જળને બચાવવા માટે ગુજરાત સરકાર અનેક પ્રયત્નો કરતી હોય છે. પરંતુ સરકાર કૂદરતી વરસાદના પાણીને રોકી શકતી નથી. જેના કારણે લાખો લિટર પાણી દરિયામાં વહી જતું હોય છે. પાણીનો યોગ્ય સંગ્રહ ન થતો હોવાથી આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકોને પીવા માટે,ખેતી માટે,પાણી ન મળતું હોવાથી લોકો જાતમહેનત ઝીંદાબાદના નારા સાથે મહેનત કરતા હોય છે.
આ બધાં વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કડુલીમહૂડી ગામે રહેતા ખુશાલભાઈ અને તેમની પત્ની રાત-દિવસ મહેનત કરી ત્રીસ ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો છે. જો ત્રીસ ફૂટ ઊંડો કૂવા ખોદવા છતાં પણ પાણી ન મળે તો તેઓ હાર્યા નથી. પણ ચોમાસાની અંદર વહી જતા પાણીને રોકી સિંચાઈ માટે ઉપયોગમાં લેશે તેવી આશા સાથે તેમણે પોતાની મહેનત ચાલુ રાખી છે.
ખુશાલભાઈ શુ કહે છેઃ-
ખુશાલભાઈ જણાવે છે કે, તેમના વિસ્તારમાં સિંચાઈ માટે કોઈ સુવિધા ન હોવાથી,તેમજ પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેઓ પરાઈ,ત્રિકમ અને હથોડા, તગારા લઈ પાણી માટે રાત-દિવસ ખોદકામ કરી રહ્યા છે. બે માસની અંદર અંદાજે ત્રીસ ફૂટો ઊંડો કૂવો તેમણે ખોદી નાખ્યો છે.
દશરથ માજીને ટક્કર મારે એવા ખુશાલ ભાઈઃ-
નસવાડીના ડુંગર વિસ્તારમા સિંચાઈની સુવિધા ન હોવાથી ખુશાલભાઈ ભીલ સરકારની કોઈ પણ મદદ વગર પાણી માટે કૂવો ખોદી રહ્યા છે. જેમ બિહારમાં દશરથ માજીએ પહાડ ખોદીને ચકચકાટ રસ્તો બનાવ્યો નાખ્યો હતો. તેમ ખુશાલભાઈ ભીલ ગુજરાતના માજી બનતા દેખાઈ રહ્યો છે.
સરકાર જળ સંચય અભિયાનના નામે વહી જતા પાણીને રોકવા માટે કરોડો રૂપિયાના ખર્ચ કરતી હોય છે. છતાંય વરસાદી પાણી વહી જતું હોય છે. અથવા તો વરસાદમા બનાવેલા ચેકડેમ ધોવાઈ જતા હોય ત્યારે સરકાર આવા ખેડૂતની વ્હારે આવી સિંચાઈની સુવિધા માટે એક ચેકડેમ બનાવી આપે તેવી આશા ખુશાલભાઈ અને સ્થાનિક લોકોને છે.