24 C
Ahmedabad
Saturday, December 7, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પોલીસની મોટી કાર્યવાહી,ગાંજાની હેરાફેરી કરનાર છ સકંજામાં,વીડિયો થયો વાયરલ


રાજ્યમાંથી ગુજરાતમાં ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ ઘુસાડતા અટકાવવા અને ગુજરાતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિને સંપુર્ણ નાબુદ કરવા અને નાર્કોટીક્સની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા માટે સમગ્ર રાજ્ય પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરેલ છે. જેમા સોમવારે પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશક, પિયુષ પટેલ, સુરત વિભાગ તથા અધિક પોલીસ કમિશનર શરદ ર્શિઘલ તથા તાપી પોલીસ અધિક્ષક, રાહુલ પટેલ અને નાયબ પોલીસ કમિશનર રૂપલ સોલંકી સહિત સમગ્ર સુરત અને તાપીની પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા જાંબાઝ રીતે ઓરીસ્સાથી ટ્રક દ્વારા અમદાવાદ શહેર તરફ લઇ જવાતો ૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કિં.રૂ. ૫૭,૩૧,૨૦૦ નો સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડ્યો હતો.

તાપી જિલ્લા પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.ડી.મહિડાને તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ બાતમી મળી હતી કે, ‘ઓરીસ્સાથી ટાટા ટ્રક નં.PB-02-BN-9566 માં ગાંજાનો જથ્થો ભરી હૈદરાબાદ થઇ મહારાષ્ટ્ર નવાપુર થઇ ગુજરાતના ઉચ્છલ ચેક પોસ્ટ થઇ અમદાવાદ તરફ જનાર છે’ આ બાતમીના આધારે પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ સુરતએ એક સંયુક્ત ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક, તાપી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જીલ્લા એસ.ઓ.જી.પી.આઇ. વાય.એસ.શિરસાઠ તેમજ પી.એસ.આઇ.જે.બી આહીર તથા પોલીસની વિવિધ ટીમો દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં બેડકીનાકા ચેક પોસ્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓરીસ્સા રાજ્યથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ટ્રકમાં અલગ અલગ ચોર ખાનાઓ બનાવી ઘુસાડવામાં આવી રહેલ ગાંજાનો માતબર જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશન દરમ્યાન બેડકીનાકા ચેક પોસ્ટથી એક ટાટા ટ્રક નં PB-02-BN-9566 માંથી કુલ -૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કીમત રૂપીયા-૫૭,૩૧,૨૦૦/નો ઝડપી પાડવામાં સફળતા મળવી હતી. આ ઓપરેશન દરમ્યાન કુલ ત્રણ આરોપીઓ નામે (1) અવતારસીંગ  લખવિંદરસિંગ સંધુ, રહે છીંડાના, થાના -લોપોગી, તા. અજનાલા જી.અમૃતસર(પંજાબ) (૨) ગુરજીતસીંગ મંગલસીંગ સંધુ રહે. આસરાપુર ગામ પો.બહેંરવાલ, થાના-લોપોંગી, તા.અજનાલા, જી.અમૃતસર (પંજાબ) (૩) કિશનસીંગ દલજીતસીંગ સોનીપંડાર રહે.સવાઇપુર ગામ, પોસ્ટ ઓફિસ પાસે થાના તા.સતરથાના જી.તરનતારા(પંજાબ)ને ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ભરાવી આપવામાં મદદગારી કરનાર કુલ ચાર આરોપીઓ નામે વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મુળ રહે. ઓરીસ્સા રંગનાથ નાયક રહે.ગુલુબા જીલ્લો ગજપતી, ઓરીસ્સા દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે સબેગસિંગ હરીશિંગ રહે.બહેરીવાલ તા. અજનાલ જી. અમૃતસર, પંજાબને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતા.

આ પકડાયેલ આરોપીઓ પાસેથી ગાંજાનો કુલ જથ્થો ૫૭૩ કીલો કિં.રૂ.૫૭,૩૧,૨૦૦, ટ્રક કિં.રૂ.૭,૦૦,૦૦૦, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦ તથા રોકડા રૂપીયા-૬૩૦ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૪,૩૩,૮૩૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ બાબતે ઉચ્છલ પોસ્ટે ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૬૨૩૦૧૧૨/૨૦૨૩ એન ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત વોન્ટેડ બતાવેલ આરોપીઓ પૈકી (૧) વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મુળ રહે. ઓરીસ્સા (માલ મંગાવનાર) (૨) રંગનાથ નાયક રહે.ગુલુબા જીલ્લો ગજપતી, ઓરીસ્સા (માલ મોક્લનાર) (3) દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે.(માલ ભરાવી આપનાર)ને બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના PSI એન.ટી.દેસાણી દ્વારા મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એલ સી.બી. તાપી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓનો માંથી  વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મુળ રહે. ઓરીસ્સા (માલ મંગાવનાર)ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  જેમાં (૧) રાજકોટ શહેર ભકતીનગર પોસ્ટે ગુ.ર.નં. II/0133/2018 NDPS act B(C), 21, 29 (૩૫૦ કીલો ગાંજો) (૨) આણંદ જીલ્લો વીરસદ પોસ્ટ ગુ.ર.નં. II/53/2018 NDPS act 8(C) 20 (૨૦૨૪ કીલો ગાંજો)

આમ ગુજરાત રાજયમા નાર્કોટીકસ ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટેના સફળ પ્રયત્નોમા સુરત શહેર પોલીસ અને તાપી પોલીસને વધુ એક સફળતા મળેલ છે. જેના માટે જાહેરજનતા સહિત સમગ્ર જિલ્લા તંત્ર પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી રહ્યા છે.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!