યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અચાનક યુદ્ધભૂમિ યુક્રેન પહોંચી જઈ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ છે. યુક્રેન પહોંચી જો બાઈડને પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રશિયા યુક્રેનને નકશામાંથી મિટાવી દેવા માંગે છે. જેના માટે જલ્દી જ નવા હથિયારોની સપ્લાય કરશે તેવી મહિતી આપી હતી. યુક્રેનની રાજધાની કીવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનુ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
જો બાઈડન કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સી સાથે દેખાયા હતા. એક રિપોર્ટ અનુસાર બાઈડન કીવ પહોંચે તે પહેલા કેટલાક વિસ્તારનને ફ્લાય ઝોન જાહેર કરી દેવાયો હતો. બાઈડન રોમાનિયાના એરસ્પેસથી કીવ પહોંચયા હતા. રશિયાએ ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો માર્યા ગયા છે. જો કે, બંને પક્ષોએ ક્યારેય કોઈ આંકડા જાહેર કર્યા નથી. યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જો બાઈડને અચાનક યુક્રેનની મુલાકાત લીધી હતી.આ મુલાકાતથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે.