ચીનમાં વધુ એક અબજોપતિ ગુમ થયા છે. ચાઇના રેનેસાં હોલ્ડિંગ્સના સીઇઓ બાઓ ફેનનો છેલ્લા બે દિવસથી સંપર્ક થઇ શક્યો નથી. આ સમાચાર આવ્યા બાદ શુક્રવારે હોંગકોંગમાં ફાનની કંપનીના શેરમાં 50% જેટલો ઘટાડો થયો હતો. આ પહેલીવાર નથી જ્યારે ચીનમાં કોઈ ઉદ્યોગપતિ ગુમ થયો હોય. આ પહેલા પણ અલી બાબાના સંસ્થાપક જેક મા સહિત કેટલાક અન્ય અબજોપતિઓ ગાયબ થયાના સમાચાર સામે આવ્યા છે.
બાઓ ફેન કોણ છે?
બાઓ ફેન ચાઇના રેનેસાં હોલ્ડિંગ્સના સીઇઓ છે. આ કંપનીમાં ફાનની ભાગીદારી લગભગ 50 ટકા છે. તે ચીનમાં અગ્રણી ડીલ બ્રોકર છે. બાઓના ગ્રાહકોમાં દિદી અને મીતુઆન જેવી વિશાળ ટેક કંપનીઓનો સમાવેશ થાય છે. તેઓ ચીનના ટેક ઉદ્યોગમાં અનુભવી ડીલમેકર તરીકે જાણીતા છે. બાઓએ 1990ના દાયકાના અંતમાં મોર્ગન સ્ટેનલી અને ક્રેડિટ સુઈસ ખાતે તેમની રોકાણ બેંકિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે શાંઘાઈ અને શેનઝેનમાં સ્ટોક એક્સચેન્જમાં સલાહકાર તરીકે કામ કર્યું. તેમની ટીમે ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Nio અને Li Auto માં પણ રોકાણ કર્યું છે.
ફનના ગુમ થવાના સમાચાર સામે આવ્યા પછી શું થયું?
બાઓ ફેનના ગુમ થવા અંગેની પેઢીની જાહેરાતથી શેરબજારમાં હલચલ મચી ગઈ હતી. શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો થયો હતો. હોંગકોંગ શેરબજારમાં કંપનીના શેરમાં 50% સુધીનો ઘટાડો થયો છે. દિવસના અંતે બાઓ ફેનની કંપનીના શેર 28% ઘટીને બંધ થયા.
ફાન કેસમાં ચીની સરકારે શું કહ્યું?
શુક્રવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું બાઓ ફેનની અટકાયત કરવામાં આવી છે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે તેઓ પરિસ્થિતિથી વાકેફ નથી.