મુકેશ કોલી
નસવાડી તાલુકાના રતનપુર ગામ નજીક કારને અકસ્માત નડ્યો હતો. ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર દોડી રહેલી કારની સામે વન્ય પ્રાણી આવી જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી.
કારમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તમામને નસવાડી આરોગ્ય કેન્દ્રમાં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં તમામને સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ નસવાડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.