28 C
Ahmedabad
Thursday, October 10, 2024

તાપી જિલ્લાના રમતવીરો માટે સારા સમાચાર, ત્રીજી માર્ચે વ્યારા કોલેજ ગ્રાઉન્ડ પર ખેલ સ્પર્ધા યોજાશે


બારડોલી લોકસભા-23 માન.સાંસદ પ્રભુભાઇ એન.વસાવા દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા સંચાલીત સાંસદ ખેલ સ્પર્ધામાં ખો-ખો બહેનો, વોલીબોલ ભાઇઓ તેમજ એથ્લેટીક્સ ૨૦૦ મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક સ્પર્ધા ભાઇઓ,બહેનો માટે આગામી તા.૦૩/૦૩/૨૦૨૩ના રોજ વ્યારા કોલેજ ગ્રાઉન્ડ પર યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ૧૮થી ૩૫ વર્ષની વયજૂથના ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધા માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએથી મેળવવાનું રહેશે. સ્પર્ધામાટેની એન્ટ્રી આગામી તા.૦૧/૦૩/૨૦૨૩ સુધીમાં વોટ્સએપ, ઇ-મેઇલ થી તથા રૂબરૂ કચેરી સમય દરમ્યાન જમા કરાવી શકાશે. એન્ટ્રી મોકલવા માટે વોટ્સએપ નંબર- ૮૧૪૧૬૨૪૧૦૦, ઇ-મેઇલ આઇ.ડી dsotapi38@gmail.com પર મોકલી આપવા અથવા રૂબરૂ કચેરીએ જમા કરાવવાની રહેશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!