નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે 60માંથી 59 બેઠકો માટે મતદાન થયું છે. મતદારોએ રાજકીય પક્ષોનું ભાવિ નક્કી કરી EVM મશીનમાં કેદ કરી દીધું છે, જેનું પરિણામ 2 માર્ચે ખબર પડશે. ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને 13 લાખથી વધુ મતદારો 184 ઉમેદવારો નક્કી કરવાના છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિનીમી નાગાલેન્ડના ઝુનહેબોટો જિલ્લામાં અકુલુટો બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીતવાની વાત કરી છે. પરંતુ, 59 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના બાકી છે અને તેનું પરિણામ 2 માર્ચે જ ખબર પડશે. તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. જે એકદમ આશ્ચર્યજનક છે. અહીં સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે.
એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર રચાય તેવી શક્યતા છે. ભાજપ અને એનડીપીપી ગઠબંધનને 38થી 48 બેઠકો મળે તેમ જણાય છે. તો ત્યાં NPFને 3 થી 8 સીટો, કોંગ્રેસને 1 થી 2 સીટ અને અન્યને 5 થી 15 સીટ મળતી દર્શાવવામાં આવી છે.
જ્યારે, Zee News-MATRIZE એક્ઝિટ પોલ અનુસાર, BJP અને NDPP ગઠબંધનને 35 થી 43 બેઠકો, NPFને 2 થી 5 બેઠકો, NPPને 0 થી 1 બેઠક, કોંગ્રેસને 1 થી 3 બેઠકો અને અન્યને 6 થી 11 બેઠકો મળવાનો અંદાજ છે.
આ સિવાય ટાઈમ્સ નાઉ-ઈટીજી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને એનડીપીપી ગઠબંધનને 39થી 49 બેઠકો, કોંગ્રેસને શૂન્ય બેઠકો અને એનપીએફને 4થી 8 બેઠકો મળવાનો અંદાજ છે.