માર્ચના પ્રથમ દિવસે જ મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર રૂ.1103 થઈ ગયો છે. હોળી પહેલા આ મોટો ભાવ વધારો અને મોટો ફટકો માનવામાં આવે છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2119.50 રૂપિયામાં મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.