34 C
Ahmedabad
Friday, March 29, 2024

ગ્રીસમાં મોટી દુર્ઘટના, 26 લોકોના મોત, વધી શકે છે મોતનો આંકડો!


ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચેની ભયાનક અથડામણમાં 26 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 85 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.

દુર્ઘટના પછી, તસવીરોમાં ટ્રેકની બાજુમાં ટ્રેનના ડબ્બા દેખાય છે. અકસ્માત બાદ ટ્રેનમાંથી લાંબા સમય સુધી ધુમાડો નીકળતો રહ્યો. બચાવકર્મીઓએ ટોર્ચ વડે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોની શોધખોળ કરી તેમને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા.

ગ્રીક મીડિયા અનુસાર, આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માત શેના કારણે થયો તે હાલ સ્પષ્ટ નથી. ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે બીજી માલગાડી થેસાલોનિકીથી લારિસા આવી રહી હતી. આ બંને ટ્રેનો લારિસા શહેર પહેલા ટકરાઈ હતી.

ઘટના સમયે નજીકથી પસાર થઈ રહેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર બાદ એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા.

અકસ્માત સમયે સ્થળ પર હાજર લોકોએ પણ લોકોને બચાવવામાં રેસ્ક્યુ ટીમની મદદ કરી હતી. ઘટનાના થોડા સમય બાદ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્યમાં જોડાયેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે, રાત્રે ગાઢ અંધકાર તેમજ દુર્ઘટના બાદ બધે ધુમાડો ફેલાઈ જવાને કારણે બચાવ કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ ટીમ તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!