દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડ અને રાજીનામું આપ્યા બાદ ડેપ્યુટી સીએમની નિમણૂકને લઈને ચાલી રહેલી અટકળોનો અંત લાવ્યો હતો. તેમણે કહ્યું કે જરૂર પડશે કે કેમ તે જોશે. CBIએ 2021-22ની દિલ્હી લિકર પોલિસી ઘડવામાં અને તેને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાએ મંગળવારે દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. સિસોદિયાએ રાજીનામું આપ્યું ત્યારથી સંભવિત નાયબ મુખ્યમંત્રીને લઈને અટકળો ચાલી રહી છે.
દરમિયાન, જ્યારે સીએમ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવશે, તો તેમણે કહ્યું, “જો જરૂર પડશે તો અમે જોઈશું.” સિસોદિયાએ દિલ્હી સરકારના 33માંથી 18 વિભાગો સંભાળ્યા હતા, જેમાં આરોગ્ય, નાણા, શિક્ષણ અને ગૃહ વિભાગ સામેલ હતા. .
કેજરીવાલે કહ્યું કે સમગ્ર દેશને દિલ્હીના પૂર્વ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગર્વ છે. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં થઈ રહેલા સારા કામને રોકવા માટે બંનેની ધરપકડ કરવામાં આવી છે.
કૈલાશ અને રાજકુમારને વિભાગો વહેંચવામાં આવ્યા
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના મંત્રીપદેથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, અરવિંદ કેજરીવાલે રાજકુમાર આનંદ અને કૈલાશ ગેહલોતને બંને પોર્ટફોલિયોની જવાબદારી સોંપી હતી.
મળતી માહિતી મુજબ, AAPએ કૈલાશ ગેહલોતને નાણાં, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, હાઉસિંગ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી વિભાગની જવાબદારી સોંપી છે.
બીજી તરફ, રાજ કુમાર આનંદને શિક્ષણ, જમીન અને મકાન, તકેદારી, સેવાઓ, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગ વિભાગો સોંપવામાં આવ્યા છે.