સોનગઢ તાલુકાના સાતકાશી ગામે એક પિતાએ પોતાનાજ પુત્રની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. ત્યારે સવાલ એ થાય છે કે પિતાએ શા માટે પુત્રની હત્યા કરી ? શુ પુત્રની કોઈ ભૂલ હતી ? કે પછી પિતા-પુત્ર વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો ચાલતો હતો.
મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના સાતકાશી ગામે રહેતા મનુ વસાવાએ પોતાનાજ પુત્રને કુહાડીના ઘા ઝિંકી 25થી 30 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યારા મનુ વસાવાનું કહેવું છે કે, પુત્ર પિતાની કોઈપણ વાત માનતો ન હતો. તેમજ નાની-નાની બાબતોને લઈ પિતા અને પુત્ર વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં હતા. જે બાદ પિતાએ પોતાના જ સંતાનની હત્યા કરી દેતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટનાની જાણ સોનગઢ પોલીસને થતાં પોલીસ સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા પિતાની ધરપક કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે મૃતક પુત્રની લાશને પીએમ અર્થે ખસેડી સમગ્ર બનાવ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.