રાજ્યમાં હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે આગાહી અંતર્ગત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદા જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. તેમજ આબાં પર આવેલી મોર પણ પડી ગઈ હતી. જેથી ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.