સરકાર લોકોની મોટી મુશ્કેલીને હળવી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. એક અહેવાલ મુજબ, સરકાર એવા લોકો માટે એક પ્લેટફોર્મ ડેવલોપ કરી રહી છે જેઓ ડિજિલોકર (DigiLocker) માં ડોક્યુમેન્ટ સેવ કરીને રાખે છે, જેથી તેઓ આધાર દ્વારા તમામ વિભાગોમાં સરનામાં અને અન્ય માહિતી ઓટો-અપડેટ કરી શકે.
અહેવાલ મુજબ, ઈટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય (MeitY) તેને આકાર આપવા માટે ટ્રાન્સપોર્ટ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ચૂંટણી પંચ જેવા અનેક મંત્રાલયો સાથે ચર્ચા કરી રહ્યું છે, જે હાલમાં રચાઈ રહ્યું છે અને પ્રારંભિક તબક્કામાં છે.
પહેલા આ વિભાગો માટે હશે સુવિધા
આઇટી મંત્રાલય પહેલા તે વિભાગો માટે ઓટો-અપડેટ સુવિધા પ્રદાન કરશે જે ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, વોટર આઈડી કાર્ડ વગેરે ઈશ્યૂ કરે છે, જ્યારે આગામી તબક્કામાં પાસપોર્ટ માટે આ સુવિધા આપવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે, અમે આ પ્રોજેક્ટને લઈને વિભાગો સાથે વાતચીત કરી રહ્યા છીએ.
કેવી રીતે કામ કરશે ઓટો અપડેટ સિસ્ટમ
આ ફેરફાર તમામ દસ્તાવેજો માટે કરવામાં આવશે અને તે ફિઝિકલ અને ઓનલાઇન બંને ફોર્મેટમાં દેખાશે. અધિકારીના જણાવ્યા મુજબ, ઓટો-અપડેટ સિસ્ટમ દરેકની સંમતિથી તૈયાર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ સુવિધાનો લાભ લેવા માગે છે, તો તેમને તેમની સંમતિ આપવા માટે કહેવામાં આવશે, ત્યારબાદ પ્લેટફોર્મ સંબંધિત વિભાગની સંમતિ માગશે.
જો ધારો કે કોઈ વ્યક્તિ આધારમાં એડ્રેસ અથવા અન્ય માહિતી અપડેટ કરે છે, તો આ સિસ્ટમ તેને અન્ય તમામ મંત્રાલયોમાં અપડેટ કરવા માટે માહિતી માંગશે. જો સંમતિ આપવામાં આવે છે, તો આ માહિતી ગુપ્તતાને જાહેર કર્યા વિના અપડેટ કરવામાં આવશે.
આ સિસ્ટમ પસંદગી ન કરવાનો પણ હશે વિકલ્પ
અધિકારીએ જણાવ્યું કે, આ સિસ્ટમને પસંદ ન કરવાનો વિકલ્પ પણ હશે. જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે આ સિસ્ટમ પસંદ કરી શકતો નથી. તેને તેનો વિકલ્પ આપવામાં આવશે. તેના માટે તેઓએ ફોર્મ ભરવાનું રહેશે.