32 C
Ahmedabad
Monday, September 9, 2024

શેરડી પકવતા આદિવાસી ખેડૂતોની આંતરડી કકડાવતા કૌભાંડીઓને છોડવામાં નહીં આવે : રોમેલ સુતરિયા


વ્યારા સુગર ફેકટરી બચાવવાં સાંસદ પ્રભુ વસાવા સાથે મુલાકાત બાદ વિધાનસભા સત્રના વિરામના દિવસોમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સાથે મુલાકાત અને હવે સોનગઢ સરકીટ હાઉસમાં નિઝરના ધારાસભ્ય ડો. જયરામ ગામીત સાથે આદિવાસી તેમજ નાગરિક આગેવાનોની સાથે બેઠક મળી હતી.

કૌભાંડીઓમાં ફફટાડઃ-

તાપી જીલ્લામાં બહું ચર્ચિત વિષય એવા શ્રી  ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. માં વર્ષ ૨૦૧૩/૧૪ માં ૯૩,૦૦૦ ટન શેરડીના કૌભાંડ પછી ખેડૂતોએ રોમેલ સુતરિયાના નેતૃત્વમાં આંદોલન કર્યું અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરકાર દ્વારા ખેડૂતો ને નાણાં પરત મળ્યા અને હવે ફરી કૌભાંડ કરી ૩૧,૦૦૦ ટન શેરડીના નાણાં ખેડૂતોને ફેક્ટરી દ્રારા ચુકવવામાં આવ્યાં નથી ત્યારે હજારો ટન શેરડી ચોરી તેમજ કૌભાંડની આશંકા વર્તાઈ રહી છે તેવામાં મહિનાઓ સુધી શેરડી પકવતા આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની છે.

તાજેતરમાં રોમેલ સુતરિયા સાથે સ્થાનિક આગેવાનો નિઝરના ધારાસભ્ય ડો. જયરામ ગામીત સાથે સોનગઢ સરકીટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. આ પહેલા નાગરિક પ્રતિનિધિઓ તરીકે સાંસદ પ્રભુ વસાવા તેમજ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સાથે પણ બેઠક કરવામાં આવી હતી.બેઠક સંબંધિત વાતચીત કરતા રોમેલ સુતરિયા એ જણાવ્યું હતું કે ” સામાન્ય રીતે સમગ્ર ગુજરાત અને દેશમાં ખેડૂતો પોતાના ઉત્પાદનના ભાવ વધારવા માટે લડત કરતા આપણે જોઈએ છીએં

ત્યારે તાપી જીલ્લામાં આદિવાસી ખેડૂતોની‌ આઝાદીના આટલાં વર્ષો પછી પણ કેવી કરુણતા કહેવાય કે આદિવાસી ખેડૂતો એ પોતે વેચેલા પોતાના જ ઉત્પાદન (શેરડી) ના નાણાં પાછાં લેવા માટે આંદોલન કે લડત કરવી પડે! આ માટે કોણ જવાબદાર ?  વારંવાર કૌભાંડ થાય પછી સરકાર સામે આંદોલન કરી સહાય માંગવામાં આવે અને કૌભાંડ છુપાવવા માં આવે!, આવી કૌભાંડી નીતિ સામે અમારી લડત છે.

અમે સતત નાગરિકો ના પડકાર રુપી રહેલા પોન્ઝી ચિટફંડ કૌભાંડ , શિક્ષણ નીતિ , સ્વાસ્થ્ય , ગેરકાયદેસર ખનન , જંગલ જમીન અધિકાર , માંડળ ટોલનાકા , સિંચાઇ , પ્રદુષણ ,TSP scam જેવા અનેક પડતર પ્રશ્નો માટે નીતિવિષયક રજુઆત અને વિચારણાં કરી રહ્યા છીએ.આદિવાસીઓ ના લોહી પરશેવાથી ઊભી થયેલી વ્યારા સુગર ફેકટરી માં ભવિષ્યમાં આવી સ્થિતિ નું નિર્માણ થાય નહીં તે માટે SIT તપાસ થકી કૌભાંડીઓને કડકમાં કડક સજા કરાવી દાખલો બેસાડવો આવશ્યક છે.માટે દરેક જન પ્રતિનિધિઓ સાથે વાતચીત ના ભાગરૂપે જ સાંસદ પ્રભુ વસાવા, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્ય ડો. જયરામ ગામિત સાથે મુલાકાત કરવામાં આવી છે.આ તો શરૂઆત છે ઉચ્ચ કક્ષા સુધી દરેક સ્તરે રજૂઆત અને વાતચીત કરવામાં આવશે.

વ્યારા સુગર બાબતે કૌભાંડીઓ સામે કાર્યવાહી તેમજ આદિવાસી ખેડૂતો ના નાણાં પરત મળે તે  માટે પહેલાની જેમ જ સાંસદ પ્રભુ વસાવા ,‌‌ધારાસભ્ય ડો. જયરામ ગામિત તેમજ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ  દ્વારા યોગ્ય પગલાં ભરવા ખાતરી આપવામાં આવી છે. સાથે જ આદિવાસી સભાસદ ખેડૂતો જાગૃત બને તે માટે તાપી જીલ્લાના આદિવાસી ખેડૂત ભાઈ બહેનો ને ધારાસભ્ય ડો. જયરામ ગામિત દ્વારા આગેવાનો મારફતે સંદેશ પાઠવ્યો છે કે જેમનાં પણ બાપ દાદા વ્યારા સુગર ફેકટરી માં સભાસદ હોય અને તેઓ મરણ પામ્યા હોય તો તેમનાં કાયદેસરના વારસદારો વ્યારા સુગર ફેકટરી માં વારસદારના નામે શેર મેળવી શકે છે.

આ બાબતે આવનાર દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે , સાથે જ સમગ્ર કૌભાંડ બાબતે તેઓ ચેરમેન માનસિંગ પટેલ સાથે વાતચીત કરી વધુ સંવાદ આગળ વધારશે.તેમજ મંત્રી કુંવરજી હળપતિ દ્વારા આવનાર દિવસોમાં મુખ્ય મંત્રી સમક્ષ પણ સમગ્ર બાબતે નાગરિક પ્રતિનિધિઓ તેમજ ખેડુતો સાથે સંવાદ સ્થાપવા જરૂરી પગલાં ભરવા ખાતરી આપવામાં આવી છે.

આગેવાનો સાથે મળેલ બેઠકમાં આદિવાસી ખેડૂતો ની ચિંતા વ્યક્ત કરતા વર્ષ ૨૦૨૧/૨૨ ના નાણાં વહેલી તકે પરત મળે તે દિશામાં કાર્યવાહી કરવા , તાપી જીલ્લામાં ઓર્ગેનિક ફાર્મિગ માટે મોટું માર્કેટ બનાવવાની દિશામાં આગળ વધવા , વ્યારા સુગર ફેકટરી ના કૌભાંડીઓને કડકમાં કડક સજા આપવી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ને સ્વસ્થ સંચાલન આપવા તેમજ અન્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચાઓ થઈ હતી.આવનાર દિવસોમાં આદિવાસી ખેડૂતો તેમજ નાગરિકોનું મહા સંમેલન યોજવા બાબતે પણ વાતચીત થઈ હતી.

સંમેલન યોજાશે તો તાપી જીલ્લાની જીવાદોરી સમાન વ્યારા સુગર ફેકટરી બચાવવા માટે , આદિવાસી ખેડૂતો ની આંતરડી કકડાવનાર કૌભાંડીઓને કડક માં કડક સજા કરાવવા ,. અન્ય અનેક પડતર પ્રશ્નો બાબતે ગામે ગામ થી આદિવાસી ખેડૂતો જ નહીં નગરના નાગરિકો પણ પહેલીવાર ખેડૂતો ની લડતમાં સાથે જોવા મળે તો નવાઈ નહીં. વારંવાર ગરીબ આદિવાસી ની આંતરડી કકડાવી દસ દસ મહિના મજુરી કરી , દેવું કરી શેરડી પકવતા આદિવાસીઓના નાણાં લુંટી આદિવાસી ખેડૂતો સાથે ગદ્દારી , છેતરપિંડી કર્યાં પછી સરકારી સહાય મેળવી ચોરી દબાવવા સરકાર ઉપર દબાણ કરતા કૌભાંડી પાપીઓને સજા થાય અને તેમની પાસેથી નાણાં વસૂલ કરી ખેડૂતોને તેમના નાણાં પાછાં આપવામાં આવે તેવી વાત જીલ્લામાં ચારેકોર દિવસે જોર પકડી રહી છે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!