મુકેશ,નસવાડી
ઉનાળો શરૂ થાય એટલે મોટો ભાગે જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જંગલમાં લાગતી આગને માનવસર્જિત કહેવી કે પછી કૂદરતી રીતે આગ લાગી. એવું કહેવાય છે કે, ઉનાળો ચાલું થાય એટલે કેટલાક લોકો જાણી જોઈને જંગલમાં આગ લગાડી દેતા હોય છે.
પરંતુ નસવાડીના ડુંગર પર લાગેલી આગ જાણી જોઈને લગાડવામાં આવી છે કે, પછી આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ આગ લાગવાથી જંગલનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો છે.
આગ લાગવાની ઘટનાની જાણ વન-વિભાગની ટીમને થતાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.