એર ઈન્ડિયાના પી ગેટ કેસ બાદ હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 37 વર્ષીય વ્યક્તિ ફ્લાઈટના ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. પોલીસે આરોપી રત્નાકર કરુકાંત ત્રિવેદી વિરુદ્ધ IPCની કલમ 336 અને એરક્રાફ્ટ એક્ટ 1937ની કલમ 22, 23 અને 25 હેઠળ કેસ નોંધ્યો છે. આટલું જ નહીં, કરુકાંતને ધ્રૂમ્રપાન કરતા જોયા બાદ તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. જેથી સ્ટાફના માણસોએ કરુકાંતને પકડીને સીટ પર બેસાડ્યો હતો. જે બાદ આ શખ્સ ફ્લાઈટના દરવાજા પાસે પહોંચી ગયો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
જેના કારણે બધા મુસાફરો ડરી ગયા હતો. બાદમાં સિક્યુરિટી ગાર્ડે આ શખ્સને પકડીને તેના હાથ-પગ બાંધી દીધા. તે છતાં પણ આરોપીએ પોતાની મસ્તી ચાલુ રાખી હતી અને સીટને માથું મારવા લાગ્યો હતો. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ આરોપીને પોલીસે એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. જે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં પોલીસે જણાવ્યું કે આરોપી ભારતીય મૂળનો છે, પરંતુ તે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો નાગરિક છે અને તેની પાસે અમેરિકન પાસપોર્ટ છે. આરોપીના મેડિકલ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે તે સમયે તે નશાની હાલતમાં હતો કે પછી તે માનસિક રીતે અસ્વસ્થ હતો.