ડેડિયાપાડા-સાગબારા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ 35માં જન્મ દિવસ પર કેક કાપીને નહીં પણ વૃક્ષોનું રોપાણ કરીને ઉજવણી કરી હતી. સાથે જ તેમણે એક સંદેશ પણ આપ્યો હતો. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે ઝુઝમી રહ્યો છે. ત્યારે વૃક્ષોનું ઉછેર કરવું ખૂબજ જરૂરી છે. જેના ભાગરૂપે તેમણે વૃક્ષોનું રોપાણ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.