ચા તો તમે ઘણી બધી જગ્યાએ પીધી હશે. પરંતુ શુ તમે વ્યારાની પ્રખ્યાત પ્રકૃતિ ટી સ્ટોલની ચા કદી પીધી છે. જો ના પીધી હોય તો એકવાર જરૂર પીજો, ચા પીધા પછી તેમને મઝા પણ આવશે અને માઈન્ડ પણ ફ્રેશ થશે.
વ્યારા શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી “પ્રકૃતિ ટી સ્ટોલ”ની દુકાન દિવ્યેશ નામનો યુવક ચલાવે છે. નામ દિવ્યેશ પણ પ્રેમથી દિવ્યેશને લોકો Tommy તરીકે ઓળખે છે. ટોમી ચા બનાવવામાં ખૂબજ ઈમાનદારી રાખે છે. એટલે જ તો પ્રકૃતિ ટી સ્ટોલની ચા સમગ્ર વ્યારામાં ફેમસ છે. આ ચાની ચુસકી રોમેલ સુતરિયા, જીમીભાઈ, અખિલભાઈ અને આશિષે લીધી હતી. અંહી ચા પીવાની એટલી મજા આવી કે તેમણે અન્ય મિત્રોને પણ ચા પીવાની અપીલ કરી, અને તમે પણ જ્યારે વ્યારા જાવ ત્યારે પ્રકૃતિ ટી સ્ટોલની ચાની ચુસકી અવશ્ય લેજો તેમને પણ મજા આવશે