બિલિઆંબાથી આહવા જતી બસને નડ્યો અકસ્માત
દૂધ ભરેલી બોલેરો પીકઅપ સાથે સર્જાયો અકસ્માત
સુબિર તાલુકાના ધવલીદોડ ગામ પાસે થયો અસ્માત
ગમ્ખવાર અકસ્માતમાં બસમાં સવાર લોકોને ઈજા
બિલિઆંબાથી આહવા તરફ જતી બસનો અકસ્માત થતાં હાહાકાર મચી ગયો છે. સોમવારે સવારે એસટી બસ બિલિઆંબાથી આહવા તરફ જઈ રહી હતી. ત્યારે સુબિર તાલુકાના ધવલીદોડ ગામ પાસે પૂર પાટ ઝડપે દોડી રહેલી બોલેરો પીકઅપ સાથે એસટી બસ અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીકઅપમાં ભરેલું દૂધનું નુકસાન થયું હતું.