ગુજરાતમાં લાચિયા અધિકારીઓની બિલકુલ ખોટ નથી. કારણ કે ગુજરાતમાંથી દરરોજ લાંચ લેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ બધાં વચ્ચે નસવાડીના રાઉન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર 5 હજારની લાંચ લેતા ઝડપાય ગયો છે.
મહેશ બારીયા નામનો લાંચિયા અધિકારીએ જલાવ લાકડાના વેપારી પાસેથી 5 હજાર રૂપિયા માંગ્યા હતા. જેની જાણ ACBને કરતા લાંચ લેનાર અધિકારીને કલેડીયા ચોકડીથી પાસેથી રૂપિયા લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.