ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામના નિર્દોષ આદિવાસી યુવાનને બેરહેમીથી માર માર્યાંની ઘટના બનતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફાંટી નિકળ્યો છે. કાયદાનું પાલન કરાવતા અને કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બની કાયદો હાથમાં લેતાં હોય તો જનમાનસમાં પોલીસની હજુ પણ અંગ્રેજ શાસનની માનસિકતા ધરાવતી હોવાની છાપ ઉપસી આવે છે.
શુ હતી સમગ્ર ઘટનાઃ-
નર્મદા જિલ્લામાં બે ઘટનાઓ બની છે જેમાં તિલકવાડા તાલુકાના યુવાનને ઢોરમાર માર્યોની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામના મિહિર રાજેશભાઈ તડવી નામના આદિવાસી યુવકને પોલીસ દ્વારા બેરહેમીથી માર મારતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
યુવકનો વાંક શું ?:-
આ યુવાનનો વાંક એટલો જ હતો કે તેણે હેલ્મેટ નહોતું પહેર્યું જેના કારણે રસ્તામાં પોલીસ બંદોબસ્ત જોતા તેઓ ગાડી પાછી વાળી દીધી હતી. કારણ કે તેને દંડ થશે એવી બીક હતી પરંતુ પોલીસને ગુસ્સો આવ્યો પાછળ ગાડી દોડાવી યુવાનને પકડી અને કાયદાનું રક્ષણ કરનાર ગુંડાગીરી પર ઉતરી આવી અને યુવકને ગાડીમાં બેસાડીને અને પોલીસ સ્ટેશન લઈ ગયા. અને લોકઅપમાં એક વ્યક્તિ હાથ પકડી રાખે છે અને બીજા એક પોલીસ જવાન લાકડીથી માર છે.
સામન્ય જનતાને હેરાન કરતી પોલીસઃ-
સ્થાનિક લોકોનું કહેવું છે, સેવા, સુરક્ષા શાંતિના સૂત્ર માત્ર લખાણમાં જ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં બૂટલેગરોના કામ થાય સામાન્ય જનતાના નહિ, દારૂ, જુગાર બંધ નથી થતો, ત્યાં હપ્તા ઉઘરાવવામાં આવે છે, લોકો ખેતરે, મજૂરી કામ અર્થે જતા હોય તેમને જાણે કાયદાનું પાલન કરાવવાનું હોઇ એમ સવારે અને સાંજે રસ્તા પર બંદોબસ્ત ગોઠવી કાયદાનું પાલન જાણે મજદૂરી ધંધે જતા લોકોને કરાવવાનું હોઇ એવું કરી રહ્યા છે. આ યોગ્ય નથી દારૂ, જુગાર બંધ કરાવો ત્યાં તમારી દબંગ ગિરિ ચલાવો, ત્યાં હપ્તા ઉઘરાવવામાં આવે અને રસ્તે જતા નિર્દોષ રાહદારીઓને કાયદાનો ડર બતાવી માર મારવામાં આવે આ ક્યારે ન ચાલવી લેવાય, કાયદો બધા માટે સરખો હોઇ કાયદાનું પાલન કરાવવા માટે નીતિ નિયમો છે, એની એક પ્રક્રિયા હોય કોઈ પણ વ્યકિતને આતંકવાદીની જેમ ઢોરમાર મારવો એ પોલીસ પ્રશાસન માટે પણ શરમ જનક છે, તમે કાયદાના રક્ષક છો ભક્ષક નથી.