કેન્દ્ર સરકારે PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી માહિતી અનુસાર, PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી છે.
આ અંગે PIBએ ટ્વીટ કર્યું છે કે કરદાતાઓને થોડી રાહત આપતાં, આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. પરંતુ જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમને આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જો તમે આ સમયમર્યાદા સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.