આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠન સામે ભ્રષ્ટ ભાજપના સાંસદ ડરી ગયા. ભાજપ પાસે 156 ધારાસભ્યો અને 26 સાંસદો હોવા છતાં ડરપોક સાબિત થયા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં ઓપન ડીબેટ માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બોલાવેલા.
આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા નર્મદા વિસ્તારમાં થયેલા ભ્રષ્ટાચાર અને આદિવાસી સમાજના બજેટમાં ભાજપે કરેલા ભ્રષ્ટાચારના પુરાવા લઈ જતા સાંસદ મનસુખ વસાવાએ ડીબેટ કરવાની ના પાડી દિધી.