શ્રીનગર-અને જમ્મુ હાઈવે પર બનેલી ટનલ પાસે ભૂસ્ખલનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે…. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે સુરંગની નજીકની ટેકરી પરથી પથ્થરના વિશાળ ટુકડા રોડ પર પડી રહ્યા છે. પહાડ પરથી આ પથ્થરો પડતા જોઈને ત્યાંથી પસાર થતા લોકો પોતાના વાહનો રોકે છે. પરંતુ કેટલાક પત્થરો એટલી ઝડપથી નીચે પડી રહ્યા છે કે તે રસ્તા પર પાર્ક કરેલા વાહનોની નજીક પહોંચી જાય છે.
જો કે, સદનસીબે આ પત્થરોની ઝપેટમાં કોઈ આવ્યું ન હતું. પરંતુ કેટલાક લોકો તેમની તરફ આવતા આ પથ્થરોથી બચી ગયા હતા. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.