37 C
Ahmedabad
Thursday, April 25, 2024

જનરલ નોલેજઃઅમીરોની યાદીમાં અંબાણી એશિયામાં નંબર-1, જાણો ગૌતમ અદાણી કેટલા પાછળ ?


ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ફોર્બ્સે 2023ના અબજોપતિઓની યાદી જાહેર કરતી વખતે આ માહિતી શેર કરી છે. આ મુજબ હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટને કારણે ભારે નુકસાન સહન કરનાર ગૌતમ અદાણી આ યાદીમાં 24માં નંબરે પહોંચી ગયા છે.

અમેરિકન શોર્ટ સેલર ફર્મનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયો તે પહેલાં, તે 126 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. હાલમાં જ બહાર પાડવામાં આવેલા રિચ લિસ્ટના ડેટામાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે કે વિશ્વના ટોપ-25 બિલિયોનેર્સની કુલ સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ઘટાડો નોંધાયો છે.

અંબાણી વિશ્વના 9મા સૌથી અમીર:-

ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ જીતનાર મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં નવમા નંબરે છે. 65 વર્ષીય ભારતીય ઉદ્યોગપતિની કુલ નેટવર્થ $83.4 બિલિયન છે. ફોર્બ્સ અનુસાર, ગત વર્ષ 2022માં જ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરથી વધુની આવક મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. નવી યાદી અનુસાર મુકેશ અંબાણી માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી ઉપર છે. અંબાણી ગયા વર્ષે 90.7 અબજ ડોલરની અંદાજિત નેટવર્થ સાથે યાદીમાં 10મા ક્રમે હતા.

 અદાણી પર હજુ પણ હિંડનબર્ગનો પ્રભાવ:-

ફોર્બની યાદી અનુસાર, ગયા વર્ષે વિશ્વના ટોપ-3 અબજોપતિઓમાં સામેલ ગૌતમ અદાણી આ વર્ષે સતત નીચે સરકી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, હાલમાં અદાણીની કુલ સંપત્તિ $47.2 બિલિયન છે અને તે બિલિયોનેર્સ લિસ્ટમાં 24માં નંબર પર છે. જો કે, તેઓ મુકેશ અંબાણી પછી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. વર્ષ 2023 ગૌતમ અદાણી માટે સૌથી ખરાબ સાબિત થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. અંબાણીની સંપત્તિ અદાણીની સંપત્તિ કરતાં $36.2 બિલિયન વધુ છે.

 ભારતીય અબજોપતિઓ:-

નવી યાદીમાં IT જાયન્ટ HCLના શિવ નાદર 25.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. બીજી તરફ વેક્સીન કિંગ તરીકે ઓળખાતા સાયરસ પૂનાવાલા ચોથા નંબરે, સ્ટીલ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ પાંચમા નંબરે, છઠ્ઠા નંબર પર ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ, સાતમા નંબરે સન ફાર્મા. દિલીપ સંઘવી અને રાધાકૃષ્ણ દામાણી છે. ડી-માર્ટ આઠમા સ્થાને છે. આ યાદીમાં કુમાર મંગલમ બિરલા નવમા સ્થાને અને ઉદય કોટક દસમા સ્થાને છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!