તાપી જિલ્લામાં દિપડોનો વારંવાર હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખેતરમાં પાણી વાળતા ખેડૂતો પર દિપડાના હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આવી ઘટનાઓ તો ભવિષ્યમાં થઈ છે. અને અત્યારે પણ થઈ રહી છે. ત્યારે આ બધાં વચ્ચે ફરી એકવાર વ્યારા તાલુકાના કેળકૂઈ ગામમાં આદમખોર દિપડાએ ખેતરમાં પાણી વાળી રહેલા મણિલાલ ચૌધરી નામના ખેડૂત પર ઘાતકી હુમલો કર્યો હતો.
મણિલાલ ચૌધરી ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. ત્યારે અચાનક દિપડાએ હુમલો કરતા મણિલાલ ચૌધરીના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો તેમજ પરિવાર જનો ઈજા ગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે હોસ્ટિપટલ લઈ ગયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેડૂતને 6થી સાત ટાકા લેવા પડ્યા હતા.
ખેડૂત પર દિપડાએ હુમલો કર્યો છે તેવી માહિતી વન-વિભાગને થતાં વન વિભાગની ટીમે દિપડાને પાંજરે પૂરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહ્યું કે,આ આદમખોર દિપડો ક્યારે પાંજરે પૂરાઈ છે.