કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેલ્લાં કેટલાક સમયથી લોકોના ઘર-ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે લાખો પ્રયાસો કરે છે. પરંતુ કેટલાક અધિકારીઓની ધોર બેદરકારીના કારણે તેમજ પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચે કરીને ખેડૂતોના ઘર સુધી પાણી પહોંચાડતા હોય તે રીતે સિંચાઈની પાઈપ લાઈન નાખવામાં ભેદભાવ તેમજ વેઠ ઉતારતા હોય છે. અને એવીજ એક ઘટના સોનગઢ તાલુકાના વડપાડા પ્ર.ઉમરદા ગામે બની છે.
શુ છે સમગ્ર ઘટનાઃ-
ઉકાઇ ઉદવહન યોજના અંતર્ગત સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા પ્રથમ વખત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે રહે તે માટે પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે સોનગઢ તાલુકાના વડપાડા ગામમાં માત્ર લાગતા વળગતા ખેડૂતોને જ સિંચાઈની વ્યવસ્થા કરી આપતા કેટલાક ખેડૂતો પાઈપલાઈનની કામગીરી સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે છતાં કેટલાક અધિકારીઓના મેળાપાણીના કારણે લાગતા-વળતાને જ સિંચાઈ લાઈન નાખી આપવાની કામગીરી કરવામાં આવી છે.
યોજના સરકારી,નિયમ અધિકારીઓના ઘરનાઃ-
રાજ્યના ખેડૂતોને પાણી મળી રહે તેવા હેતુથી સરકાર વિવિધ યોજનાઓ થકી કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. ત્યારે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં ખેડૂતો હજુ પણ વરસાદી પાણી પર નિર્ભર રહે છે. ત્યાં સરકાર ખેડૂતો માટે ખાસ સિંચાઈની વ્યવસ્થા કરી રહી છે પરંતુ સોનગઢ તાલુકાનું વડપાડા ગામ કે જ્યાં સિંચાઈના પાણીની તો દૂરની વાત પીવાના પાણી માટે પણ દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતોને પ્રથમ વખત સિંચાઈની સગવડ મળવા જઈ રહી છે જોકે આ યોજનાનો લાભ ગામનાં અમુક ટકા ખેડૂતોને મળતો હોય સિંચાઈની વ્યવસ્થાથી બાકી રહી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.