તાપી જિલ્લામાં વારં વાર લાચિયા અધિકારીઓ ACBનાં સકંજામાં આવી જતા હોય છે. ACB એક લાચિયા અધિકારીને પકડીને જેલમાં પૂરે ત્યાં તો બીજો લાચિયો અધિકારી ACBના સકંજામાં આવી જ જતો હોય છે. જાણ કે તાપી જિલ્લો લાચિયા અધિકારીઓની ફેકટેરી હોય તેમ દર મહિને એક લાચિયો અધિકારી ઝડપાય જતો હોય છે.
આ બધાં વચ્ચે તાપી જિલ્લામાં ફરી એકવાર સુરત ACBએ સપાટો બોલાવ્યો છે. અને વ્યારા તાલુકાના ઝાંખરી રાઉન્ડના ફોરેસ્ટર રાજેશ પટેલ રૂપિયા 40 હજારની લાંચ લેતા ACBનાં સકંજામાં આવી ગયો છે.
રાજેશ પટેલ નામના લાચિયા અધિકારીએ ફરિયાદીનું નામ તપાસમાં ન નીકળે તે માટે રૂપિયા 40 હજારની લાંચ માંગી હતી. પરંતુ લાચિયો અધિકારી રૂપિયા 40 હજાર લેવા જતા સુરત ACBના સકંજામાં આવી ગયો અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.