વ્યારા નગર પાલિકા છેલ્લાં કેટલાક દિવસોથી અનેક વિવાદોથી ઊભરી રહી છે. આ બધાં વચ્ચે વ્યારા નગર વેરા વધારા નાબૂદ સમિતિ દ્વારા વેરા વધારાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વ્યારા શહેરના નગરજનોએ સ્વંયભૂ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
કેટલીક જગ્યાએ શાસકો અને જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો દુકાનો ખોલવા નીકળતા વેરા નાબૂત સમિતિ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું. બનાવની જાણ વ્યારા પોલીસને થતાં વ્યારા પોલીસે દરમ્યાનગીરી કરી બંને પક્ષોને છૂટા પાડી રવાના કર્યાં હતા.