કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજન થયું ત્યારે સ્થાનિક લોકોને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા કે, જ્યારે સ્ટેચ્યુ બનશે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આવશે, ત્યારે રોજગારી મળશે, નાની મોટી હોટેલ, લારી ગલ્લા, ચા, મકાઈ, સ્થાનિક વાનગી બનાવી રોજગારી મેળવી પગભર થશે, સ્ટેચ્યુમાં સ્થાનિક લોકોને અભ્યાસ પ્રમાણે નોકરી આપવામાં આવશે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે.
છેલ્લા ચાર વર્ષથી સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં કામ કરતા મહેશ તડવીએ પગાર અને નોકરીમાં લાયકાત પ્રમાણે બઢતી મળે એ માટે અનેક વાર કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે, કે Sou માં ચાલતી એજન્સીયોમાં ઉચ્ચ જાતિ ધરાવતા લોકો બોગસ ડિગ્રી મેળવી ને વધુ પગાર લઇ રહ્યા છે. જેમની પાસે ડિગ્રી નથી તેવા કેટલાક લોકો છે, જેઓ રાજકીય લાગવગ કરીને લાગી ગયા છે.
આદિવાસી સ્થાનિક લોકો સાથે શિક્ષિત અને અમે 4 વર્ષ થઈ ગયાં અનુભવ પણ છે પરંતુ અમારો પગાર કે, બઢતી કરવામાં આવતી નથી, અને પગાર ધોરણ પણ ઓછું હોય છે, બહાર ના લોકો છે તેમને પગાર વધારે જ્યારે સ્થાનિક આદિવાસીઓને પગાર ઓછો આપવા આવે છે. આ ભેદભાવ કેમ..?
સરદાર સરોવર ડેમમાં ગાઈડ તરીકે કામ કરતા, તેઓ હવે સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પણ કામ કરે છે, જેઓ 10 વર્ષથી સેવા આપી રહ્યા છે, પરંતુ તેમનો પણ પગાર વધારવામાં આવ્યો નથી, સ્થાનિકો સાથે જાતિ અને પક્ષ પાતમાં ભેદભાવ જોવા મળી રહ્યાં છે, જે ખુબ દુઃખની વાત છે.
જ્યારે પણ કર્મચારીઓ કામગિરિ અને અનુભવ પ્રમાણે પગાર વધારવાની વાત કરવામાં આવે તો, નોકરી માંથી કાઢી મૂકવામાં આવે છે. આ નોકરી ગુમાવવાના ડરથી કોઈ પણ કર્મચારી પગાર વધારા માટે અવાજ ઉઠાવતા નથી.
વધુમાં જણાવ્યું કે, અમે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા સહિત અનેક રાજકીય નેતા અને સરકારી અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ એમની પણ એજન્સીઓ સાથે મીલીભગત હોવાને કારણે અમારા પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. જિલ્લા અને સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ તો તેઓ અમને મળવા માટે સમય નથી આપતા અને નોકરી માંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે.
અમારી માગ છે કે, સરકાર સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષણ અને અનુભવ પ્રમાણે પગાર વધારો અને બઢતી કરવામાં આવે.