ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેથી ત્રણ બદમાશોએ અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. અતીકને ગોળી મારનારા બદમાશો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું હતું. ગોળી મારનાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે કોર્ટમાંથી કસ્ટડીમાં લેતા જ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. મીડિયા ચેનલની જેમ નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, લવલેશ, સની, અરુણ નામના લોકો મીડિયા કર્મીઓ તરીકે મીડિયા કવરેજ દરમિયાન સાથે ફરતા હતા.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પર યોગીના મંત્રી સ્વતંત્ર દેવ સિંહની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. યોગી સરકારમાં એક મંત્રી સ્વતંત્ર દેવ સિંહે તેમનું નામ લીધા વિના કહ્યું કે આ જન્મમાં ગુણ-દોષનો હિસાબ છે. અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં હતા. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લઈને પોલીસ ટીમે શનિવારે દરોડા પાડ્યા હતા.
અતીકના પુત્ર અસદનું તાજેતરમાં એન્કાઉન્ટર થયું હતું
પોલીસ ટીમે શહેરના ચાકિયા, કસરી મસારી અને પીપલ ગામ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અતીક અહેમદ 2005ના બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી હતો. આ પહેલા 13 એપ્રિલે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અતીકનો પુત્ર અસદ અહમદ માર્યો ગયો હતો, શૂટર ગુલામની સાથે યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.